લદાખ મેરેથોનમાં મેડલ મેળવી મોરબીનું ગૌરવ વધારતા સરકારી તબીબ

- text


મોરબી : ડોકટરનો વ્યવસાય સેવાકીય હોવા સાથે તનાવપૂર્ણ પણ હોય છે. લોકોના સ્વાસ્થ્ય માટે વિવિધ સેવા પ્રદાન કરતા ડોકટરોએ પોતાના સ્વાસ્થ્ય માટે પણ એટલા જ જાગૃક રહેવું પડતું હોય છે. માનસિક અને શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ માટે ડોકટરો ઘણી એવી પ્રવૃતિઓ કરતા હોય છે જેનાથી તેઓ દર્દીઓની સેવા માટે હંમેશા સ્ફૂર્તિલા રહી શકે. મોરબી સિવિલ હોસ્પિટલના એક ડોકટર તબીબી વ્યવસાય ઉપરાંત ફિજીકલી ફિટ રહેવા માટે મેરેથોન જેવી અઘરી ગણાતી સ્પર્ધામાં પણ રસ રુચિ ધરાવે છે, એટલું જ નહિ તેમાં અવવ્લ પણ રહે છે.મોરબી સિવીલ હોસ્પિટલમાં બાળકોના ડોકટર જયેશભાઈ બી. બોરસાણીયાએ લદાખ ખાતે યોજાયેલ લદાખ મેરેથોન-2019માં 7 કીમી. દોડ પુરી કરી મેડલ પ્રાપ્ત કર્યો છે. ડો. બોરસાણીયાએ અગાઉ 2016 માં રાજકોટ મેરેથોન, 2017માં લદાખ મેરેથોન, 2018માં પોરબંદર મેરેથોનમાં ભાગ લઈને પણ શિલ્ડ પ્રાપ્ત કર્યો હતો.

- text