ટંકારાના ભાટીયા પરીવારના આંગણે વિધ્નહર્તા દેવનું ભાવભેર પૂજન-અર્ચન

- text


ટંકારા : દેશભરમાં ઠેર-ઠેર ગણેશોત્સવની ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ટંકારા ગામના લોકો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ટાંકામાં પણ અનેક જગ્યાએ તથા અનેક ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

- text

ટંકારાના રાજબાઈ ગરબી મંડળના સંચાલક આશર કુટુંબ છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. જેમા આ વર્ષે પણ ગણપતિની વિધિવત સ્થાપના કરીને તેમની દરરોજ ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેમજ એકદંતાયને ભાવતા ભોજનિયા પીરસાય છે તથા મહાઆરતી કરીને ભાટીયા કુટુંબ ધન્યતાનો અનુભવ કરે છે.

- text