ઈન્ડિયન લીયો ક્લબ દ્વારા ગણેશોત્સવની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી વિશિષ્ટ ઉજવણી

- text


મોરબી : મોરબીમાં ઈન્ડિયન લીયો ક્લબ દ્વારા આ વર્ષે એક નવા અભિગમ અને દષ્ટીકોણ સાથે ગણેશ ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ક્લબના બાળકોએ ઈકો ફ્રેન્ડલી રીતે ઉજવણીના હેતુથી માટીથી ગણેશની મૂર્તિ બનાવીને તેના પર વોટર કલરના કુદરતી રંગો તથા ડેકોરેશન કરી બાળકો દ્વારા સંપૂર્ણ મૂર્તિ બનાવવામાં આવી હતી.

આ ઉપરાંત, 9 દિવસો સુધી વિવિધ દાતાઓના સહયોગથી વૃક્ષારોપણ, શરબત વિતરણ, ગરીબ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ, વસ્ત્ર વિતરણ, વક્તા શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા ગણપતિ વ્યાખ્યાન, ઓમ લેબોરેટરીના સહયોગથી બ્લ,ડ ગૃપીંગ તથા ડાયાબિટીસ નિદાન કેમ્પ, ડો. ઉત્સવભાઈ દવે દ્વારા નિઃશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ તેમજ મહા આરતી તથા કથા, સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

- text

આ દરેક કાર્યક્રમોનું આયોજન ડો. આશિષભાઈ ત્રિવેદીના દવાખાના પાસે ગેંડા સર્કલ પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિસ્મય ત્રિવેદી, ઉપપ્રમુખ વેદાંગ ત્રિવેદી, એંજલબા ઝાલા, મંત્રી જય હિરાણી મયુર રાઠોડ ટ્રેઝરર વરુણ રામાવત અમન સંધી નેવિલ અધારા ધૃવેન પટેલ, પ્રિત કાવર, સાગર પટેલ, ઉદય પંચાલ, લય માણાવદરીયા, પરમ પંડ્યા, શાહરૂખ, હિમાંશુ, મનીષ, વૈભવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમનો લાભ લેવા ઈન્ડિયન લીયો ક્લબ મોરબીના પ્રમુખ વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ જાહેર જનતાને અપીલ કરી છે.

- text