ઢુંવા ગામે પ્રથમ માળેથી પટકાતા ઇજગ્રસ્ત બાળાનું સારવાર દરમિયાન મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામે પિતા તેમની દોઢ વર્ષની માસુમ પુત્રીને તેડીને પોતાના મકાનના પ્રથમ માળે ઉભા હતા.ત્યારે પિતાનો પગ લપસી જતા બાળા નીચે પટકાય હતી.આ ઘટનામાં ગંભીર ઇજગ્રસ્ત થેયલી માસુમ બાળાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આ કરુણ બનાવની વાંકાનેર પીલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે રહેતા જીતુભાઇ રાઠોડ ગતતા.4ના રોજ પોતાની દોઢ વર્ષની માસુમ પુત્રી માહીને તેડીને મકાનના પ્રથમ માળે હતા.ત્યારે પિતાનો પગ અચાનક લપસી જતા દીકરી માહી પ્રથમ માળેથી નીચે પટકાય હતી.જેમાં તેણીને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.જયાં માસુમ બાળાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગેના કાગળિયા આજે રાજકોટમાંથી આવતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text