નિદાન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ

- text


મોરબીમાં નિદાન વેલ્ફેર ફાઉન્ડેશન કેબીસી ૪૦ દ્વારા આજ રોજ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશનના મહિલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગરીબ દર્દીઓને બજારમાંથી મોંઘા ફળો ખરીદવા ના પડે અને તેમની સારવાર જલ્દી થાય તેવો હતો. આ તકે ગરીબ દર્દીઓના ચહેરા પર ખુશીથી ભર્યા જોવા મળ્યા હતા.

- text