મોરબીમાં આશા વર્કર બહેનોએ કલેકટરને આવેદન આપ્યું : આપે લડતને ટેકો આપ્યો

- text


મોરબી : મોરબી જિલ્લાની આશાવર્કર બહેનો પડતર પ્રશ્ને ઘણા સમયથી રાજ્ય સરકાર સામે આવેદનો આપીને લડત ચલાવી રહી છે.તેમ છતાં તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.ત્યારે આજે આશાવર્કર બહેનોએ તેમના પડતર પ્રશ્ને કલેકટરને આવેદન આપ્યું હતું.આશાવર્કર બહેનોની લડતને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે.

- text

ગુજરાતના 3750 આશા ફેસિલિએટરો અને 37500 આશા વર્કર વતી સમગ્ર ગુજરાતના જિલ્લામાં આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ આશા વર્કર બહેનો દ્વારા આવેદનો આપવામાં આવી રહયા છે જેમાં તેઓની પડતર માંગણીઓ અંગે તાત્કાલિક નિર્ણય કરવા માંગણી કરી છે.18 ફ્રેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં એને.એચ.એમ. પ્રોજેટકમાં ફેસિલિએટર તરીકે કામ કરતી બહેનોને ગુજરાત સરકારના ફંડમાં થી માસિક રૂ.2 હજારનો વધારો 1 લી એપ્રિલથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.1 લી ઓક્ટોબર 2018થી કેન્દ્ર સરકાર દ્વારા વિઝિટના રૂ.200 આપતા હતા. તેમાં વધારો કરી રૂ.300 કરતા રૂ.6 હજાર માસિક કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાય છે.

રાજ્યના ફંડ માંથી ૧લી એપ્રિલથી રૂ.2 હજાર ચુકવણુ કરવાની જાહેરાત મુજબ આ રકમ ચૂકવવામાં આવતી ન હોવાથી અને બે જોડી ડ્રેસ આપવાની જાહેરાતનો પણ અમલ ના કરતા ફિક્સ પગારની માંગણી સાથે આશા વર્કર બહેનો એ કલેકટરને રજુઆત કરી હતી. આપ દ્વારા આશા વર્કર્સ બહેનોને ટેકો જાહેર કરાયો છે.આશા વર્કર બહેનો સાથે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટિમ દ્વારા તેમના દ્વારા કરાવવામાં આવતા કામ સામે મળતા વેતન અંગે ચર્ચા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરીને ઉચ્ચ કક્ષાએ તેઓ દ્વારા લેખિત રજૂઆતની ખાતરી આપવામાં આવી હતી.

- text