મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે ‘સિગ્નેચર’ અભિયાન શરુ કરાયું

- text


2000થી વધુ લોકોએ પોતાની સાઈન કરી મોરબી સ્વચ્છતા અભિયાનની આ પહેલને સમર્થન આપ્યું

મોરબી : “મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ” દ્વારા મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે એક મેગા સિગ્નેચર કેમપેઇનનું પહેલી વાર આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લો બન્યો તેને આજે 6 વર્ષ થઇ ગયા છતા પણ વિકાસની દ્રષ્ટિએ હજુ મોરબી ઘણું પાછળ છે. મોરબી ઔદ્યોગિક દ્રષ્ટિએ ઘણું આગળ છે તે ઉપરાંત મોરબી વિસ્તારની દ્રષ્ટિએ પણ ગુજરાતના ટોપ 10 શહેરોમાં સ્થાન ધરાવે છે. પરંતુ ક્યાંકને ક્યાંક હજુ ખૂટતું હોય એવું મોરબીવાસીઓ માની રહ્યા છે.

- text

પાણી, ગટર, રોડ-રસ્તા, સ્વચ્છતા જેવા પ્રશ્નો કાયમી બની ગયા છે. મોરબીનો ખરો વિકાસ જેવો થવો જોઈએ એવો થતો નથી. આ સંદર્ભે “મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ” દ્વારા બાપા સીતારામ ચોકમાં એક સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2000થી વધુ લોકોએ જોડાઈને પોતાની સાઈન કરી મોરબી સ્વચ્છતા અભિયાનની આ પહેલને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબીમાં રોડ-રસ્તાની ખસ્તા હાલત તેમજ સફાઈ ન થવાની ફરિયાદો અને ભૂગર્ભ ગટરો જામ થવાની કાયમી સમસ્યાના નિરાકરણ અર્થે જો મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો જ સુધાર થઈ શકે છે તેવું મોરબીવાસીઓ માની રહ્યા છે.

- text