ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે મોરબીમાં આજથી ગણપતિ મહોત્સવનો શુભારંભ

- text


વાજેતે ગાજતે ઠેરઠેર પંડાલો ગણપતિ બાપાની મૂર્તિઓનું સ્થાપન : આજથી દસ દિવસ સુધી સવાર સાંજ નિયમિત આરતી પૂજા અર્ચના કરીને વિઘ્નહર્તાની આરાધના કરાશે

મોરબી : મોરબીમાં આજથી ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે ભક્તિભાવ પૂર્વક ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો છે.ઠેરઠેર પંડાલોમા વાજતે ગાજતે ગણપતિ બાપાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.આજથી દસ દિવસ સુધી પંડલોમા સાંજ સવાર નિયમિત પૂજા અર્ચના સાથે વિઘ્નહર્તાની આરાધના કરાશે. આજથી ગણપતિ મહોત્સવના શુભારંભ સાથે જ મોરબી શહેર ગણેશમય બની ગયું છે અને શહેરીજનો દુંદાળાદેવની ભક્તિના રંગે રંગાઈ ગયા છે.ગણેશ મહોત્સવ નિમિતે શહેરની દરેક,શેરી,મહોલ્લા અને વિસ્તારમાં ચોકે ચોકે ગણેશજીના નાના મોટા પંડાલો ઉભા કરવામાં આવ્યા છે અને આજે આ દરેક પંડાલો ભક્તિભાવપૂર્વક વાજતે ગાજતે ગણેશજી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.આથી આજથી દસ દિવસ સુધી દરેક પંડાલોમા ગણપતિ બાપાની પૂજા અર્ચના ક્રરાશે.

- text

જ્યારે પટેલ ગ્રુપ, સિદ્ધિવિનાયક ગ્રુપ સહિતના દ્વારા ગણપતિ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. તેમજ શહેરના શનાળા રોડ,રવાપર રોડ પરની દરેક સોસાયટીઓમાં, વજેપર,કાલિકા પ્લોટ, વીસીપરા, જુના બસ સ્ટેન્ડ પાસે, કાયાજી પ્લોટ, સામાકાંઠે ગુ.હ.બોર્ડ,રિલીફ નગર, રોટરી નગર, જનકલ્યાણ નગર, સોઓરડી સહિતના તમામ વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીના પવાન અવસરે વાજતે ગાજતે ગપણતી દાદાની મૂર્તિઓનું ભક્તિભાવ પૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે આજે ગણેશ મહોત્સવના પ્રારંભે લોકોએ દરેક પંડાલોમા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી અને દરરોજ ગણપતિ દાદાને લાડુ,અન્નકૂટ સહિતનો પ્રસાદ અર્પણ કરાશે અને દરરોજ ગણેશજીની અવનવા સ્વરૂપે ભક્તિ કરીને લોકો વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની જશે.

- text