મોરબી નજીક રફાળેશ્વર મંદિરે અમાસના બે દિવસીય પૌરાણિક મેળાનો આજે પ્રારંભ થશે

- text


મંદિરના પૂજારીના હસ્તે જ મેળાનું ઉદ્ધઘાટન થશે : હજારો લોકો પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરશે

મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસના બે દિવસીય પૌરાણિક મેળાનો આવતીકાલે ગુરુવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રારંભ થશે,જેમાં પૂજારીના હસ્તે સાદાઈથી મેળાનું ઉદઘાટન કરાશે. આ મેળામાં મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરના હજારો લોકો ઉમટી પડીને રફાળેશ્વર મંદિરે આવેલ પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરીને મેળાની મોજ માંણશે.

- text

મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષની પરંપરા મુજબ ગુરુવાર અને શુકવારે અમાસના બે દિવસીય પોરોણીક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે રફાળેશ્વર મંદિરના પૂજારીના હસ્તે પોરીણીક મેળાનો શુભારંભ કરાશે.મેળામાં 15 વધુ ફજેત ફળકા, સીસીટીવી કેમેરા અને મોબાઈલ ટોયલેટ ,એમ્બ્યુલનસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને મેળાને રૂ.4 કરોડના વિમાનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.જ્યારે આજે સાંજે મેળાના પ્રારંભ બાદ આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે.જોકે આ મેળાની અમાસના દિવસે ખરી રંગત જામશે અને અમાસના દિવસે મેળામાં ગુજરાતી કલાકાર ભાવેશ ભરવાડ સહિતના ગાયક કલાકારો મેળાની જમાવટ કરશે.જ્યારે અમાસના દિવસે અહીં પિતૃતર્પણનું વર્ષોથી અનેરું મહાત્મ્ય હોવાથી મોરબી ઉપરાંત સોરાષ્ટ્ ભરના હજારો લોકો ઉમટી પડી કુંડમાં સ્નાન કરીને પિતૃતર્પણ કરશે, બાદમાં મેળાની મોજ માણશે, આ મેળાના આયોજનને સફળ બનાવવા માટે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર, સરપંચ રમેશભાઈ પાંચિયા,તલાટી મંત્રી બળવંતસિંહ ઝાલા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text