યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીના પુત્ર મયંકનો જન્મદિન સેવાકાર્યોથી ઉજવાયો

- text


આપવાનો આનંદ હેઠળ સરકારી શાળાઓના બાળકોને સ્વચ્છતા અને શિક્ષણ કિટનું વિતરણ કરવાની સાથે ગૌ શાળામાં ગૌમાતાની સેવા કરી જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવાઈ

મોરબી : મોરબીમાં સેવાકાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ તેમના પુત્ર મયંકના જન્મદિવસ નિમિતે આપવાના આનંદ કાર્યક્રમ અંતર્ગત સરકારી શાળાના બાળકોને સ્વચ્છતા કીટ તેમજ શિક્ષણ કિટનું વિતરણ કર્યું હતું. સાથે ગૌશાળામાં જઈને ગૌ માતાની સેવા કરી પુત્રના જન્મદિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત થાય અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરીને મનાવવો. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ તેમના પુત્ર ચિ.મયંકના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ બાળકોને શારીરિક અને માનસિક મજબૂત બને તેવા ઉમદા હેતુથી મોરબી શહેર ખાતે આવેલી સરકારી શાળાઓમાં સ્વચ્છતા કીટ તથા શિક્ષણ કીટનું વિતરણ કરી બાળકોને પ્રોત્સહન પૂરું પાડવાની સાથે જીવનધોરણમાં સુધારા થાય, તેઓ જીવનશેલી અનુરૂપ આવશ્યક વર્તન શીખે તેવા હેતુથી પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દેવેનભાઈ રબારીએ જન્મદિવસ નિમિતે પુત્રમાં સેવાભાવ જાગૃત થાય તેવા હેતુથી ગૌ સેવામાં જઈ જન્મદિવસે ગાય માતાની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી ચિ.મયંક માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજ રીતે બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે અનોખી રીતે જરૂરિયાતમંદોને આપવાનો આનંદ મેળવે તેવી દેવેનભાઈ રબારીએ ઇચ્છા વ્યક્ત કરી હતી.

- text