મોરબી : પૃથ્વીરાજસિંહ જાડેજાને જીવન રક્ષક પદક માટે નોમિનેટ કરાયા

- text


ટંકારાના જાંબાઝ લોકરક્ષક જવાનનું સરકીટ હાઉસ ખાતે રેન્જ DIGPના હસ્તે સન્માન

મોરબી : મોરબીમાં આજે રેન્જ DIGPના હસ્તે ટંકારાના જાંબાઝ પોલીસકર્મી પ્રુથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરવામા આવ્યું હતું. સાથે તેઓનું નામ જીવન રક્ષક પદક માટે નોમીનેટ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

ટંકારામા પુરની સ્થિતિ વેળાએ સ્થાનિક પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાએ અનેક લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આ દરમિયાન તેઓ બે બાળકીઓને રેસ્ક્યુ કરતા હોય તેવો વીડિયો ‘મોરબી અપડેટ’ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હતો. જે માત્ર ત્રણ થી ચાર કલાકમાં જ લાખો લોકોએ નિહાળતા પૃથ્વીરાજસિંહને ઠેર ઠેરથી અભિનંદન સાથે સન્માન પણ મળ્યું હતું. આજ રોજ રાજકોટ રેન્જના DIGP સંદીપ સિંઘ ઇન્સ્પેકશન અર્થે મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હોય ત્યારે સાંજના તેઓએ સરકીટ હાઉસ ખાતે પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું.

- text

આ સાથે જાંબાઝ જવાન પૃથ્વીરાજસિંહનું નામ જીવન રક્ષક પદક માટે નોમિનેટ કરવામા આવ્યું હોવાનું જાહેર કરવામા આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે જીવન રક્ષક પદક રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. આ વેળાએ રેન્જ DIGP સંદીપ સિંઘે જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહ જાડેજા સમગ્ર ગુજરાત પોલીસનું ગૌરવ છે. તેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરીને ગુજરાત પોલીસને ગૌરવ અપાવ્યું છે. આ તકે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની પણ ઉપસ્થિતિ રહી હતી.

- text