મોરબીમાં યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા રાસ-ગરબાની સ્પર્ધાનું આયોજન

- text


૧૫ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરીને જમા કરી જવા અનુરોધ

મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત મોરબી જિલ્લાની રાસ-ગરબાની સ્પર્ધાનું આયોજન આગામી માસની તારીખ ૨૮/૦૯/૨૦૧૯ના રોજ થવાનું છે. સ્પર્ધામાં પ્રાચીન ગરબો, અર્વાચીન ગરબો, અને રાસની સ્પર્ધા કરાશે.

- text

ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષ અને રાસમાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના કલાકારો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી ટીમોએ કચેરીથી પ્રવેશપત્રોનો નિયત નમૂનો, રાસ-ગરબાના નિયમો લઇ સંપૂર્ણ વિગત સાથે તા. ૧૫/૦૯/૨૦૧૯ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે પ્રવેશફોર્મ પહોંચતું કરવાનું રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા ટીમો રાજ્યકક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

- text