મોરબી : પ્રધાનમંત્રી કિશાન માન ધન યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવા અનુરોધ

- text


મોરબી : વર્તમાન કેન્દ્રીય સરકારે ખેડુતોની પેન્શન યોજના પ્રધાનમંત્રી કિશાન માન-ધાન યોજના ખેડૂત પેન્શન યોજના અમલમાં મુકી છે. ખેડૂતો નજીકના સી.એસ.સી. (કોમન સર્વિસ સેન્ટર) સેન્ટર પર નિઃશુલ્ક નોંધણી કરાવી શકે છે. જે ખેડુતો ૨ હેકટર સુધીની જમીન ધરાવતા હોય અને ઉમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોય તેવા ખેડૂતો જ આ યોજનાનો લાભ લઇ શકશે.

૨ હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના, સીમાંત ખેડૂતોને ૬૦ વર્ષની ઉમરથી દર મહીને ૩ હજારનું પેન્શન મળે તે માટે પ્રધાનમંત્રી કિશાન માન-ધન યોજનાનો લાભ ૧૮ થી ૪૦ વર્ષનાં ખેડૂતો લઇ શકે છે. આ માટે ખેડુતોએ પોતાનો આધાર નંબર, બેંક પાસબુક અથવા બેંક ખાતાની વિગતો સાથે નજીકના સીએસસી સેન્ટર પર નોંધણી કરાવવાની રહેશે જે નિશુલ્ક રહેશે. જે તે ખેડુત તેની ઉમર પ્રમાણે દર મહિને રૂપિયા ૫૫ થી ૨૦૦ સુધી રકમ આ યોજનામાં ભરવાની રહેશે. ખેડૂત જે રકમ જમા કરાવશે સામે એટલી રકમ સરકાર જમા કરાવશે. ખેડુત ૬૦ વર્ષના થાય ત્યાં સુધી પ્રિમિયમ ભરવાનું રહેશે ત્યાર બાદ દર મહીને ૩ હજારનું પેન્શન ચુકવવામાં આવશે.

- text

જો કોઈ કારણસર કોઈ ખેડૂત અધ્ધવચ્ચે યોજના છોડવા ઈચ્છતા હોય તો ખેડૂતે જે પ્રીમિયમ ભર્યું હશે તે વ્યાજ સહિત પરત મેળવી શકશે. જો કોઇ કારણોસર પ્રિમિયમ ભરનાર ખેડુતનું ૬૦ વર્ષ પહેલા મોત નિપજે તો તેવા સંજોગોમાં તેના પત્નિ અથવા પતિ પેન્શન યોજનાને ચાલુ રાખી શકે, યોજના ચાલુ રાખવા ન માંગનાર મૃતક ખેડૂતના પતિ અથવા પત્નીને વ્યાજ સહિત રકમ પરત મળી શકે અથવા તો મૃતક ખેડુત ના પતિ કે પત્નિ હયાત ન હોય તેવા કિસ્સામાં વારસદારને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવશે, બીજી બાજુ જો યોજનાનો લાભ લેનાર ખેડુત ૬૦ વર્ષ બાદ મૃત્યુ પામે તો તેવા સંજોગોમાં મૃતક ખેડુતના પતિ અથવા પત્નિને દર મહિતને પેન્શન ૫૦ ટકા એટલે કે રૂપિયા ૧૫૦૦ વિમા કંપની ચુકવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરાની યાદીમાં જણાવાયું છે.

 

- text