નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરાઈ

- text


મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ- વિરપર તેમજ નવયુગ વિદ્યાલય મોરબી ખાતે સોમવારના રોજ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બી.એડ કોલેજ, બી.એસ.સી કોલેજ, એલ.એલ.બી કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દરમ્યાન વિદ્યાર્થીઓના વિભાગ અનુસાર કાનુડા, રાસ અને મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

- text

 

- text