મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદન અપાયું

- text


મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દહેરાદુન ખાતે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીમાં તા. 19 ઓગસ્ટ ના રોજ સમગ્ર ભારતભરમાં આજે દરેક જિલ્લા કલેક્ટર ને આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા ટિમ દ્વારા પણ કલેક્ટરને આવેદન પાઠવીને પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માગ કરવામાં આવી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે, શિક્ષકોની પડતર માંગણીઓ અંતર્ગત નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના,શિક્ષકોને શરૂઆતથી જ કાયમી ગણીને નોકરી ગણવી,પ્રાથમિક શિક્ષણનું સ્વરૂપ યથાવત રાખવું, સમગ્ર દેશમાં નિવૃત્તિ વયમર્યાદા એકસરખી રાખવી,શિક્ષકોને શિક્ષણ સીવાયની તમામ પ્રવૃત્તિમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી, કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે આપવામાં આવતી ગ્રાન્ટ પૂર્ણ રીતે પ્રાથમિક શિક્ષણમાં જ વાપરવી, મધ્યાહ્ન ભોજન યોજના અને અલ્પાહાર ની વ્યવસ્થા શિક્ષકો આધારિત હોવાથી શિક્ષણકાર્ય મેં અસર કરે છે તો મધ્યાહ્નન ભોજન યોજના માટે પૃથક પ્રણાલી વિકસાવવામાં આવે, પ્રાથમિક શિક્ષણમાં પ્રમોશનની વ્યવસ્થા ના હોય પદોન્નતી માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે, શાળા શિક્ષણ આયોગની રચના કરવામાં આવે,પ્રાથમિક શિક્ષણ માટે રાજ્ય સ્તરે સ્વતંત્ર તંત્ર વિકસાવવામાં આવે, દરેક શાળામાં એક કેયર ટેકર ની નિયુક્તિ કરવામાં આવે, RTE અંતર્ગત પાલક – વાલી-માતાપિતા ની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરી હતી.

- text

તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આરોગ્ય ભથ્થું તેમજ હોસ્પિટલમાં દાખલ થતી વખતે કેન્દ્ર ની રીતે સુવિધા દરેક રાજ્યોમાં આપવામાં આવે,પ્રાથમિક શાળાના શિક્ષકોને વિધાન પરિષદમાં મતાધિકાર આપવામાં આવે જેવી બાબતે વડાપ્રધાન શ્રી, માનવ સંસાધન મંત્રીશ્રી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી તેમજ શિક્ષણમંત્રીશ્રીને કલેકટર મારફતે આવેદન આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર આપવામાં મોરબી જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, જિલ્લામંત્રી જયેશભાઇ જેઠલોજા,ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા તેમજ સંગઠન મંત્રી પ્રાણજીવન ભાઈ વિડજા જિલ્લા ટિમ સદસ્ય સતીષ ભાઈ પનારા,ઘનશ્યામભાઈ વસાણીયા, હરદેવભાઈ કાનગડ,રાજેશભાઇ રાઠોડ,હિતેશભાઈ પાંચોટીયા,દીપકભાઈ મેંદપરા ઉપસ્થિત રહ્યા હતા.

- text