મોરબી : ભારે વરસાદથી થયેલ જમીન ધોવાણના સર્વે માટે સ્ટાફ વધારવાની માંગ

- text


મોરબીના સામાજિક આગેવાન કે.ડી.બાવરવા દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરના અતિ ભારે વરસાદ અને પુરની ઉદભવેલી પરિસ્થિતિના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ખેડૂતોની જમીનનું ધોવાણ થઇ ગયેલ છે. હાલ આ ધોવાણનું સર્વે કરવાનું સરકારે ચાલુ કરેલ છે. પરંતુ ખુબજ ઓછા સર્વે સ્ટાફના કારણે સમય સર થઇ સકે તેમ નથી અને ખેડૂતો પરેશાન થાય છે.

- text

આવી પરિસ્થીતીમાં ખેડૂત પોતાની જમીનને નવસાધ્ય કરવાની કામગીરી પણ ચાલુ કરી શકતા નથી. જેના કારણે વાવેતર પણ નહી થઇ શકે અને એક સીઝન ફેઈલ જશે. એમાં પણ સુકી ખેતી કરતા ખેડૂતો વરસ હારી જશે તો આ બાબતે ઇન્ટરનેશન હ્યુમન રાઇટ્સ એસોસિએશનના હોદેદાર કાંતિલાલ બાવરવાએ સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સ્ટાફમાં વધારો કરી દિવસ આઠ માં સર્વે પૂરો થાય તેવું આયોજન કરવાની માંગણી કરવામાં આવી છે.

 

- text