મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા અનાથ બાળાઓ સાથે રક્ષાબંધનની પ્રેરણાદાયી ઉજવણી

- text


સંસ્થાના સદસ્યની પુત્રીના જન્મ દિવસની, સ્વતંત્રતા પર્વની તેમજ રક્ષાબંધન પર્વની મળીને કુલ ચાર કેક કાપીને અનોખી ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ગઈકાલે વિકાસ વિધાલયની બાળાઓ સાથે રક્ષાબંધન પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.તેમજ આ સંસ્થાના સદસ્યની પુત્રીના જન્મદિવસની, સ્વતંત્રતા પર્વની તેમજ રક્ષાબંધન પર્વ સહિત કુલ ચાર કેકનું કટીંગ કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી ઇન્ડીયન લાયન્સ કલબના હોદાદારોએ વિકાસ વિધાલયની બાળાઓના હસ્તે રાખડીઓ બંધાવીને આ બાળાઓ ભેટ સોગાદ આપીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.જ્યારે ઇન્ડીયન લાયન્સ કલબના બોર્ડ ઓફ મેમ્બર ધીરૂભાઇ સુરેલીયાના પુત્રી દિવ્યાનો ગઈકાલે 15મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે જન્મદિન હતો.તેથી ધીરૂભાઇ સુરેલિયા દ્વારા પુત્રી દિવ્યાના જન્મ દિન નિમિત્તે વિકાસ વિધાલય સાથે 15 ઓગસ્ટ, રક્ષાબંધન અને ઇન્ડીયન લાયન્સ કલબ તેમજ પુત્રીના જન્મદિનની મળીને કુલ ચાર કેકનું કટીંગ કરીને જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ તકે ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, જયદીપસિંહ, રમણભાઈ મહેતા, ભાવિ પ્રસાદ રાવલ સહિતના પરિવારો સાથે ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી.

- text

- text