મોરબી : ઓમનગરના તળાવને નાની સિંચાઈ યોજનામાં સમાવવા કલેકટરને રજુઆત

- text


મોરબી : મોરબીના ઓમનગર( ખારચીયા) ગામના તળાવને નાની સિંચાઈ યોજનામાં સમાવીને પાણીના પ્રશ્નનો હલ લાવવા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

ઓમનગર ( ખારચિયા ) ગ્રામપંચાયત દ્વારા જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવાયું છે કે તેમના ગામનું તળાવ રાજાશાહી વખતનું છે. જે 3 કિમીની ત્રીજીયામાં આવેલું છે. આ તળાવને નાની સિંચાઈ યોજનામાં મૂકીને ઊંડું ઉતારવામાં આવે તો આજુબાજુના પાંચેક ગામોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે.

- text

ઓમનગર( ખારચિયા)તથા આજુબાજુના ગામોમાં સિંચાઈનો કોઈ સ્ત્રોત નથી. આ ગામોને વરસાદના પાણી ઉપર જ આધાર રાખવો પડે છે.ત્યારે આ તળાવને ઊંડું ઉતારીને પાણીનો પ્રશ્ન હલ કરવામા આવે તેવી માંગ છે.

- text