ટંકારા : પુર અસરગ્રસ્તોનું જીવના જોખમે રેસ્ક્યુ કરનાર જાબાઝ પોલીસ મેનનું સન્માન

- text


રાજપૂત કરણી સેના દ્વારા ટંકારના પોલીસ કોન્સ્ટેબલને સાફો અને તલવાર ભેટ સ્વરૂપે આપીને સન્માન કરાયું

ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી તે દરમ્યાન ટંકારાના પોલીસ કોન્સ્ટેબલએ જીવના જોખમે પુરમાં ફસાયેલા અસરગ્રસ્તોને ખભે બેસાડીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.તેમની આ વિરતા ભરી કામગીરી બદલ રાજપૂત કરણી સેના દ્વારા તેમને સોફા અને તલવાર ભેટ સ્વરૂપે અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ટંકારમાં ગઈકાલે અતિ ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તે દરમ્યાન પૃથ્વીરાજસિંહ જાડેજા ( કોયલી ) કોન્સ્ટેબલ ટંકારા પોલીસએ આપતકાલીન જળ હોનારત સ્થિતમાં પોતાનો જીવ જોખમમાં મુકીને અસરગ્રસ્ત અનેક લોકોને રેસ્ક્યુ કરી જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.તેમની આ વિરતા ભરી કામગીરી બદલ આવા જાંબાઝ પોલીસ જવાનનું આજે મોરબી તથા રાજકોટ રાજપુત કરણી સેના દ્વારા તલવાર અને સાફો ભેટ સ્વરૂપે આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજપુત કરણી શેના મોરબી તથા રાજકોટ જિલ્લોના હોદેહરો – જિલ્લા પ્રમુખશ્રી વિજયસિંહ ચુડાસમા , જિલ્લા ઉપપ્રમુખશ્રી પ્રતાપસિંહ જાડેજા ( વીરપરડા ) તેમજ દેવેન્દ્રસિંહ જાડેજા , જિલ્લા મહામંત્રીશ્રી શક્તિસિંહ જાડેજા તેમજ વિશ્વરાજસિંહ જાડેજા , શહેર ઉપપ્રમુખશ્રી ભગીરથસિંહ વાઘેલા , તેમજ સભ્યશ્રીઓ સુખદેવસિંહ જાડેજા , પ્રદુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહીને જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની બહાદુરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text