મોરબીના લીલાપર રોડ ઉપર ગાબડું પડ્યું : પાઇપલાઇન બહાર નીકળી ગઈ

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે લિલાપર રોડ ઉપર ગાબડું પડી ગયુ છે. ઉપરાંત રોડ તૂટી જતા પાઇપલાઇન પણ બહાર નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં ગત શુક્રવાર અને શનિવારે ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ ઉદભવી હતી. જેના કારણે લીલાપર રોડ ઉપર મસમોટો ભુવો પડતા અડધો રોડ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત વરસાદના કારણે રોડ તૂટી જતા તાજેતરમાં નાખેલી પાઇપલાઇન પણ બહાર આવી ગઈ છે. રોડ તૂટી જવાના કારણે હાલ પરિવહનમાં ભારે હાલાકી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text