ટંકારામા બાળકોને રેસ્ક્યુ કરનાર પોલીસમેનની કામગીરીને ગૃહમંત્રીએ બિરદાવી

- text


મોરબી અપડેટના રીપોર્ટર જયેશ ભટાસણાએ પોલીસમેનની કામગીરીને ઉજાગર કરતો બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ

મોરબી : મોરબી અપડેટના રિપોર્ટર જયેશ ભટાસણાએ ટંકારામા પુરની સ્થિતિ વખતે બચાવ કામગીરીમાં જોડાઈને સાથોસાથ પોલીસમેનની કામગીરીને ઉજાગર કરવા માટે એક વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ ખૂબ વાઇરલ થયો છે. ઉપરાંત આ વીડિયોમા દેખાતા પોલીસમેનની કામગીરીની રાજ્યના ગૃહમંત્રીએ પણ સરાહના કરી છે.

ટંકારા પંથકને આજે મેઘરાજા ધમરોળી નાખ્યો હતો.જેથી સમગ્ર ટંકારા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને ટંકારાના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. આ દરમિયાન કલ્યાણપર રોડ પર આવેલા વોકળાના કાંઠે 42 સભ્યો ધરાવતો કાંગશીયા પરિવાર ફસાયો હતો. જેના માટે પોલીસ અને મોરબી અપડેટના ટંકારાના રીપોર્ટર જયેશ ભટાસણાએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. કેડ સમાં પાણી વચ્ચે 42 લોકોને બચાવાયા હતા. બાદમાં આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

- text

આ દરમિયાન પોલીસમેન પૃથ્વીરાજસિંહ જાડેજા પોતાના ખભા ઉપર બે બાળકીઓને કેડ સુધીના પાણીમાં લઈને જતા હોય તેવો વીડિયો મોરબી અપડેટના રિપોર્ટર જયેશ ભટાસણાએ બનાવ્યો હતો. પુરના સમયે પોલીસની નિષ્ઠાવાન કામગીરીને ઉજાગર કરતો આ વીડિયો ‘મોરબી અપડેટ’ના ફેસબુક પેઈજ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. માત્ર ગણતરીની કલાકોમાં જ આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેની રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસીંહ જાડેજાએ નોંધ લઈને પોલીસમેન પૃથ્વીરાજસિંહ જાડેજાની કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત હાલ રાજ્યભરમાં આ પોલીસમેનની કામગીરીને બિરદાવવામા આવી રહી છે.

- text