ટંકારા પંથકમાં ભારે વરસાદ વચ્ચે પણ વિજતંત્રએ ઉમદા ફરજ બજાવી

- text


 

વીજ કર્મચારીઓએ રાઉન્ડ ધ કલોક કામ કરીને વીજપુરવઠો પૂર્વવત કરાવ્યો

ટંકારા : ટંકારામા બે દિવસથી થઈ રહેલી મેધમહેરના કારણે જનજીવન ઘરમા કેદ થઈ ગયુ હતું. પરંતુ બે છાટા પડતાની સાથે વિજળી રાણી રિસાઈ જતા હોય છે ત્યારે ટંકારા પીજીવિસીએલની ટીમની લોકો પ્રસંસા કરી રહ્યા છે ત્રણ ચાર ગામોને બાદ કરતાં વિજતંત્રએ સતત દોડીને ખોરવાઈ ગયેલા વીજપુરવઠાને ચાલુ વરસાદે પૂર્વવત કરાવ્યો હતો.

- text

ટંકારામા વરસાદ થયો ત્યારથી ફરિયાદનો રણકાર શરૂ થઈ ગયો હોય કંટ્રોલ રૂમમા અધિકારી સોજીત્રાએ દેખરેખ હેઠળ 36 જેટલા સ્ટાફને આખો દિવસ દોડધામ કરાવી હતી. સાથે વરસાદ રહી ગયા બાદ સંપર્ક વિહોણા ગામોમા 40 કિલોમીટરનુ અંતર કપાવી રીપેરીંગની કામગીરી કરાવી હતી. વિજતંત્રની આ ઝડપી કામગીરીની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.

- text