મોરબી : ઓમ વી.વી.આઈ.એમ. કોલેજમા “ફન એન્ડ ફુડ કાર્નિવલ”યોજાયો

- text


મોરબી : વિવિધ પ્રકારની વિદ્યાશાખાનું શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકીત ઓમ વી.વી.આઈ.એમ. કોલેજમા મેનેજમેન્ટ (બી.બી.એ.) વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા “ફન એન્ડ ફુડ કાર્નિવલનુ” અનોખુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

વિદ્યાર્થીઓમા રહેલી સુશુપ્ત શક્તિ જાગૃત થાય તેમજ સંચાલનની આવડત કેળવાય અને તેનો વિકાસ થાય તે હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફુડ આઈટમ્સ બનાવવામા આવી હતી. આ વ્યાજનોનું તેમના દ્વારા જ માર્કેટીંગ તેમજ વેંચાણ કરવામા આવ્યુ હતુ. વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, આચાર્ય ધરમેન્દ્રભાઈ ગડેશિયા, વિમલભાઈ વરસાણી, શિવમભાઈ જાની, નિર્મિત કક્કડ, જયેશભાઈ મહેતા, હીમાંશુભાઈ શેઠ, ભરતભાઈ વલોણ, ભગીરથસિંહ ઝાલા, હાર્દીકભાઈ ઉદાણી, આશિષભાઈ શિરવી, વિશાલભાઈ ગોસ્વામી,ભાવેશભાઈ સારેસા, સુમિતભાઈ કટેશિયા, અમિતભાઈ વેગડ સહીતનાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text