મોરબીથી માળીયા હાઇવે પર 4 થી 5 કિલોમીટર ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબીથી માળીયા હાઇવે પર આજે ટ્રાફિક જામ સર્જાયો છે.જેથી અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાયા છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે પરના ટિબડીના પાટીયાથી ભરતનગર ગામથી આગળ ઓવરબ્રિજ સુધી આશરે 4 થી 5 કિમિ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને બન્ને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી છે.જોકે એકપણ વાહન ન નીકળી શકે તેવી રીતે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને અનેક વાહન ચાલકો ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.જો કે અહીં વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હોવાથી જિલ્લા ટ્રાફિક પોલીસ આ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

- text