મોરબીના લુહાણાપરા-3માં કચરાના ગંજ ખડકાયા : સ્થાનિકો ત્રસ્ત

- text


જાતજાતના બહાના બતાવીને તંત્ર 3 મહિનાથી સફાઈ ન કરતા બેસુમાર ગંદકીને કારણે સ્થાનિકોના આરોગ્ય પર જોખમ

મોરબી : મોરબીના શાકમાર્કેટ પાછળ આવેલા લુહાણાપરા-3 વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે.જો કે તંત્ર જાતજાતના બહાના બતાવીને 3 માસથી સફાઈ કરતું ન હોવાથી કચરાના ગંજને કારણે બેસુમાર ગંદકી ફેલાવવાથી સ્થાનિકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે.તેથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

મોરબીના શાક માર્કેટ પાછળ આવેલ લુહાણાપરા-3નો વિસ્તાર તંત્રના પાપે ઉકરડામાં ફેરવાઈ ગયો છે.છેલ્લા તંત્ર માસથી ઉકરડાના ગંજ ખડકાયા છે અને કચરામાંથી બેસુમાર દુર્ગધ ફેલાઈ રહી છે.આ મામલે સ્થાનિક લોકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવતા કહ્યું હતું કે, તંત્રની બેદરકારીને કારણે તેમના વિસ્તારમાં કચરાના ગંજની ગંભીર સમસ્યા સર્જાય છે અને બાજુની શાકમાર્કેટના બકાલીઓ આ વિસ્તાર જાણે કચરા પેટી હોય તેમ અહીં સડેલા શાકભાજી સહિતનો કચરો ફેંકી જાય છે.આ કચરાનો ઉપાડવા કોઇ આવતું નથી.આથી સડેલા શાકભાજી ખાવા માટે અહીં રખડયા ભટકતા પશુઓનો જમેલો રહે છે. ક્યારેક અબોલ પશુઓ બાખડી પડે તો ટ્રાફિકની સ્થિતિ ગંભીર બનવાની સાથે લોકોને પણ અકસ્માતનું જોખમ રહે છે.ત્યારે આ ગંભીર બાબતે તંત્ર રજુઆત કરીએ ત્યારે આગળના ભાગેથી કચરો ઉપાડી જાય છે અને અંદર કચરો ઉપાડવા આવતા નથી.જેસીબી કે લોડર ચડતું નથી તેવું બહાનું બતાવીને છેલ્લા ત્રણ માસથી સફાઈ કરાતી નથી.ત્યારે હાલ વરસાદ પડતો હોવાથી કચરાની સમસ્યા વકરી હોવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાઈ તે પૂર્વે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text