જોધપર (નદી) મહાત્મા ગાંધી વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ ઇવેન્ટમાં પસંદગી

- text


મોરબી : આગામી સમયમાં આયોજિત થનાર રાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં મોરબી જિલ્લાના મહાત્મા ગાંધી વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થતા હવે તેઓ રાજ્ય લેવલે પોતાની ક્ષમતા સાબિત કરશે.

- text

જોધપર (નદી)ની મહાત્મા ગાંધી વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ વિવિધ એથ્લેટિક રમતોમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા તેઓ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. જેમાં કૌશિલ પારશીયા ગોળા ફેંક અને ઊંચી કૂદમા, કિશન પરવાડિયા ચક્ર ફેંકમાં તથા નિસાર માકાણી હથોડા ફેંકમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા રહેતા હવે તેઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. વિવિધ પ્રતિયોગીતાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય દેત્રોજા સાહેબ સહિત શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થી મિત્રોએ અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરે એવી શુભકામનાઓ પાઠવી છે.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text