મોરબી : જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયને બિરદાવતા ઓમ વિદ્યાલય અને એલ.ઈ. કોલેજ

- text


મોરબી : ભારત સરકારે ગઈકાલે જમ્મુ કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયને વધાવવા માટે ટંકારાના ઓમ વિદ્યાલય અને મોરબીની એલ.ઈ. કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી.

- text

ભારત સરકારે ગઈકાલ તારીખ 5ને સોમવારે ઐતિહાસિક નિર્ણય લઈને કાશ્મીર પરની 370ની કલમ હટાવી દઈને અખંડ ભારત બનાવી દેતા સમગ્ર દેશની સાથે મોરબીવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને મોરબીમાં સર્વત્ર ઉજવણીનો માહોલ સર્જાયો છે. ભારત સરકારના આ નિર્ણયથી ઉત્સાહમાં આવીને ટંકારાના ઓમ વિદ્યાલયના બાળકો દ્વારા 370ની આકૃતિ બનાવવામાં આવી હતી. જયારે મોરબીની એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને અને એકબીજાના મોં મીઠા કરીને ઉજવણી કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text