મોરબીના શનાળા રોડ પરની સોસાયટીમાં ગારા કિચડ પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત બાદ ખાતરી આપતા મહિલાઓએ જ્યાં સુધી તેમની સમસ્યાઓ હલ ન થાય ત્યાં સુધી બેસી રહેવાના નીર્ધાર સાથે ઉગ્ર દેખાવો કર્યા

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી સોસાયટીઓ વરસાદી વાતાવરણને પગલે ગારા કીચડ થવાથી ચાલી પણ ન શકાય તેવી સ્થિતિ સર્જાતા આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ પાલિકા કચેરીમાં આજે મોરચો માંડીને ઉગ્ર રજુઆત કરી હતી. આથી પાલિકા તંત્રએ દર વખતની માફક કોણીએ ગોળ ચોંટાડવા જેવી પોકળ ખાતરી આપતા મહિલાઓએ જ્યાં સુધી તેમની સમસ્યાઓ હલ ન થાય તે સુધી બેસી રહેવાનું કહીને ખાસ્સો સમય સુધી ઉગ્ર દેખાવો કર્યા હતા. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ શ્રીજી નગર 2, આનંદનગર, ગુલાબ નગર સહિતની સોસાયટીઓમાં વરસાદ પડ્યા બાદ ગારા કિચડની ભારે સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાં એટલી હદે ગારા કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે કે,ચાલીને નીકળી પણ શકાતું નથી. આમ છતાં તંત્ર ધ્યાન ન દેતું હોવાથી આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ હતી અને આ વિસ્તારોની 70 થી 80 મહિલાઓનું ટોળુ રજુઆત કરવા મોરબી પાલિકા કચેરીએ દોડી ગયું હતું. જોકે દર વખતની માફક આજે પાણી પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ હાજર જ ન હતા. આથી મહિલાઓએ પાલિકા પ્રમુખને ફોન ઉપર રજુઆત કરી હતી અને કાઉન્સીલર કે.કે પરમાર અને ભાવેશ કંજારીયા સાથે આવીને મહિલાઓએ પાલિકાના કર્મચારી ભાવેશભાઈ દોશીને ઉગ્ર રજુઆત કરી હતી આથી પાલિકા તંત્રએ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. પરંતુ મહિલાઓએ પોકળ ખાતરીને બદલે જ્યાં સુધી તેમના વિસ્તારમાં ગારા કિચડની સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવે અને તુરત કામગીરી ન થાય ત્યાં સુધી પાલિકા કચેરીએથી નહિ હટવાનું કહીને બે કલાક સુધી ઉગ્ર દેખાવો કર્યા હતા. જ્યારે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ વિસ્તારોમાં સાડા ત્રણ વર્ષ પહેલાં મંજુર થયા હતા, પણ હજુ સુધી રોડ બન્યા નથી. એટલે ધૂળિયા માર્ગોમાં વરસાદ પડવાથી ગારા કિચડની સમસ્યા વધી રહી છે. તેથી મહિલાઓએ આ મુદ્દે પણ રજુઆત કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text