મોરબીની ઘાંચી શેરીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત

- text


ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય પર જોખમ : પાલિકામાં અનેક રજૂઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારની ઘાંચી શેરીમા ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત થયા છે. આ મામલે પાલિકામાં અનેકવાર રજુઆત કરી હોવા છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિરની સામે ઘાંચી શેરીમાં રહેતા અસલમભાઈ દલવાણીએ જણાવ્યું કે તેઓની શેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરવાની સમસ્યા છે. તેઓના વિસ્તારથી આગળ ગટર ભરાય ગઈ હોય જેના કારણે તેઓની શેરીમાં કાયમ ગટર ઉભરાતી રહે છે અને ગટરના પાણી શેરીમાં રહે છે. જેના કારણે અત્યંત દુર્ગંધ પણ આવે છે.

- text

હાલ શેરીમાં ગંદા પાણી એકત્ર થયેલું રહેતા અહીં રહેતા લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ છે. આ અંગે પાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામા આવ્યા નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text