મોરબી : જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા અને હેન્ડ બોલ સ્પર્ધામાં નવયુગનો ડંકો

- text


મોરબી : તાજેતરમાં તારીખ 28ને રવિવારે યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં મોરબીની નવયુગ સંકુલના 11 વિદ્યાર્થીઓ અને તારીખ 29ના રોજ શાળાકીય મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી હેન્ડબોલ સ્પર્ધામાં નવયુગના 6 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા.

તાજેતરમાં તારીખ 28ને રવિવારે રાજકોટની આત્મીય યુનિવર્સીટી ખાતે યુવા રન ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની યોહ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સ્પર્ધામાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં માત્ર મોરબી જિલ્લાના 428 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 21 જેટલા બાળકો રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા હતા. પસંદગી પામનાર 21 વિદ્યાર્થીઓમાંથી 11 વિદ્યાર્થીઓ નવયુગ વિદ્યાલય અને સંકુલના છે.

- text

આ ઉપરાંત તારીખ 29ને સોમવારે શાળાકીય મોરબી જિલ્લા કક્ષાએ હેન્ડ બોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નવયુગ સંકુલના અંડર 19 વિષયાર્થીઓની ટિમ ફાઇનલમાં વિજેતા થઇ હતી. આ ટીમમાંથી 6 ખેલાડીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા. યોગ સ્પર્ધા અને હેન્ડ બોલ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી પામનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર દ્વારા અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text