હળવદની નકલંક ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન અને યુવક નેતૃત્વ તાલીમ યોજાઈ

- text


શિબિરમાં 50 તાલીમાર્થીઓએ ભાગ લીધો : પ્રમાણપત્રો અપાયા

હળવદ : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલીત નકલંક ગુરુકુળ ખાતે ૭ દિવસની શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ મહંત દલસુખ બાપુ, ગુરુકુળના એમડી કરુણાબેન પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ શિબિરને ખુલ્લી મૂકી હતી. આ શિબિરમાં 50 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દરરોજ યોગાસન અને નેતૃત્વ તાલીમ આપવામાં આવી હતી. જેના તજજ્ઞ ચિરાગભાઈ વરમોરા યોગાસન અને નેતૃત્વ ગઢવીના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી તેમજ શિબિરના અંતિમ દિવસે તજજ્ઞ છગનભાઈ ચોસલા અને હિતેશભાઈ વરમોરા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ તાલીમની પૂર્ણાહુતિ તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ શિબિરને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ સંસ્થાના એમડી આચાર્ય અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text