આલેલે દારૂની ખેતી!! હળવદમાં બુટલેગરોએ ખેતરમાં દારૂ દાટ્યો છતાં પોલીસે શોધી કાઢ્યો

- text


૮૦ નંગ દારૂની બોટલ સાથે ૮ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો : આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા

હળવદ : પોલીસથી બચવા બુટલેગરો અવનવા કીમીયા અજમાવતા હોય છે ત્યારે હજુ થોડા દિવસ પહેલાં જ બુટલેગરો દ્વારા ગાડીના દરવાજામાં અને બોનેટમાં દારૂ છુપાવી લઈ જતા ઝડપાયાનો બનાવ તાજો છે તેવા સમયે આવો જ એક બનાવ પંથકના બુટવડા ગામે પ્રકાશમાં આવ્યો છે. જેમાં બુટલેગરો જાણે દારૂની ખેતી કરવાના હોય તેમ ખેતરમાં દારૂ દાટ્યો હતો. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.જી પનારા, યોગેશદાન ગઢવી, બીપીન ભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા સહિતનાઓએ તાલુકાના બુટવડા ગામે આરોપીની વાડીએ રેડ કરતા વાડીમાં વાવેલા એરંડામાં ખોદકામ કરી તપાસ કરાવતા તેમાથી જુદી-જુદી બ્રાન્ડની ૮૦ દારૂની બોટલો મળી આવી હતી તેથી પોલીસ દ્વારા રૂપિયા ૮ હજારના દારૂ ને ઝડપી પાડી આરોપી વિપુલભાઈ ધીરુભાઈ ઠાકોર હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text