ટંકારા : લજાઈ અને હડમતીયાથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બેને પકડી પાડતી પોલીસ

- text


ટંકારા : ટંકારાના લજાઇમાંથી 12 બોટલ ઈંગ્લીશ દારૂ (કિંમત રૂ. 3600) અને હડમતીયામાંથી 8 બોટલ (કિંમત। રૂ. 2400), આમ કુલ 6000 રૂપિયાના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.બી. બગડાની સૂચના અનુસાર આજે પોલીસ હેડ કોન્સ્ટેબલ ફિરોઝખાન પઠાણ, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, વિશ્વરાજસિંહ ઝાલા, મયુરભાઈ ઝાપડા તથા ભાવેશભાઈ વરમોરા એ-બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ ઝાલાને લજાઇના પ્રવીણભાઈ ધીરુભાઈ સાપરા, તેના ઘર પાસે દારૂનું વેચાણ કરતા હોવાની ખાનગી બાતમી મળી હતી. જેના આધારે રેઇડ કરતા પ્રવીણભાઈ સાપરા (ઉ.વ. 21, રહે. લજાઈ)ને ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની 12(કિંમત રૂ. 3600) બોટલ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં લજાઇના ધ્રુવકુમાર નરભેરામ કામરિયા(ઉ.વ. 40, ધંધો ખેતી) તેની વાડી પાસે દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા ધ્રુવકુમાર કામરિયા (રહે. હડમતીયા)ને ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની 8 બોટલ (કિંમત રૂ. 2400) સાથે પકડી પાડીને અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text