મોરબીમા કાલે બુધવારે નેશનલ મેડિકલ બિલના વિરોધમાં ડોકટરોની હડતાલ

- text


ખાનગી હોસ્પિટલોની નિયમિત સેવાઓ બંધ રહેશે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

મોરબી : મોરબીમાં આવતીકાલે બુધવારે નેશનલ મેડિકલ બિલમાં વિરોધમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પાડવાના છે. આ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

નેશનલ મેડિકલ બિલના વિરોધમાં ડોકટરોએ આવતીકાલે તા. 31ને બુધવારે દેશવ્યાપી હડતાલ જાહેર કરી છે. ત્યારે મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ હડતાલને સમર્થન આપ્યું છે. જેથી કાલે તા. 31ને બુધવારે સવારે 6 વાગ્યાથી તા. 1 ઓગસ્ટને સવારે 6 વાગ્યા સુધી તમામ ખાનગી હોસ્પિટલોની નિયમિત સેવાઓ બંધ રહેશે. માત્ર ઇમરજન્સી સેવાઓ જ આ દરમિયાન ચાલુ રાખવામાં આવશે. તેમ દર્દીઓ સમક્ષ દિલગીરી વ્યક્ત કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text