મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં આખરે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ

- text


મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં આખરે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ

ઘણા સમયથી ફરાર જિલ્લા ભાજપ મહામંત્રીને હળવદ પોલીસે ઉઠાવી લઈને મોરબી પોલીસને હવાલે કર્યા : મોરબી પોલીસ એ સઘન પૂછપરછ શરૂ કરી

હળવદ : મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપી એવા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે.હળવદ પોલીસે હળવદ રહેતા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીને ઉઠાવી લઈને મોરબી પોલીસને હવાલે કરી દીધા હતા.પોલીસે આ આરોપીની ઉડી પૂછપરછ હાથ ધરી છે.

મોરબી જિલ્લાની નાની સિંચાઈ યોજનાના કામમાં આશરે રૂ.20 કરોડનું કૌભાંડ થયું હોવાનું જે તે સમયે બહાર આવ્યું હતું.આ સિંચાઈ કૌભાંડમાં જે તે સમયે પોલીસની તપાસમાં નિવૃત સિંચાઈ ઈજનેર તથા અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી હતી અને પોલીસે આ સિંચાઈ કૌભાંડમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયા તથા મજુર મંડળીઓના હોદાદારોની પણ ધરપકડ કરી હતી.ત્યારે સિંચાઈ કૌભાંડમાં હાલ હળવદ રહેતા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલનું નામ ખુલ્યું હતું.અને તેમની ધરપકડ તોળાતી હતી.પરંતુ તેઓ ઘણા સમયથી નાસતા ફરતા હતા

- text

જોકે આખરે તેઓ પોલીસના સંકજમાં સપડાયા છે.હળવદ પોલીસે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલને ઉઠાવી લઈને મોરબી પોલીસને હવાલે કરી દીધા હતા.એલસીબીએ આ આરોપીની ધરપડક કરીને સિંચાઈ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે. તેમણે ઉચ્ચકક્ષાએ કરેલી એક રજુઆતમાં નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું અને ત્યાર પછીની રજુઆતમાં બધું જ વ્યસ્થિત હોવાનું જણાવતા આ મામલે તેમની ઉડી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text