મોરબીમાં આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં આયુર્વેદ દવાખાનું તથા જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તારીખ ધન્વંતરિ ભવન, 1/3 કાયાજી પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ લગભગ 150 જેટલા લોકોએ લીધો હતો.

- text

મોરબીમાં નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચનાથી સરકારી આયુર્વેદ દવાખાનું અને જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા મોરબી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાની સુખાકારી માટે આરોગ્યવિષયક જાણકારી તથા અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા તથા અન્ય હઠીલા રોગો માટે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઇટિકા, કમરનું દુખાવો, ગોઠણ દુખાવો, આધાશીશી જેવા રોગોમાં મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સાથી સારવાર કરવામાં આવી હતી. ચામડીના રોગો, હરસ-મસા, પેટના રોગો, જૂની શરદી જેવા હઠીલા રોગોની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણભાઈ વડાવીયા, ડો. મિલનભાઈ સોલંકી, ડો. અલ્તાફભાઈ શેરસીયા, ડો. શ્રીબા જાડેજા અને ડો. ખ્યાતિ ઠકરાર જેવા ડોક્ટરો સેવા આપી હતી. આ કેમ્પનો લગભગ 150 જેટલા લોકોએ લાભ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text