મોરબી : કુબેરનાથ મંદિરે મહંત પરિવાર દ્વારા ધ્વજારોહણ અને લોટી ઉત્સવ

- text


મોરબી : મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અને કુબેરનાથ મંદિરના મહંત અને તેમના પરિવાર સાથે તારીખ 1ને સોમવારે પૂર્ણ કરી હતી, જે અનુસંધાને કુબેરનાથ મંદિરમાં ધ્વજારોહણ અને લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં સમસ્ત ગોસ્વામી સમાજના પ્રમુખ અને કુબેરનાથ મંદિરના મહંત ગુલાબગિરી ગોસ્વામી અને તેમના પત્ની પારુલબેને તેમના ભાઈ-ભાભી તથા સેવક સમુદાય સાથે તારીખ 1 જુલાઈને સોમવારે ચારધામ યાત્રા સુખપૂર્વક સંપન્ન કરી હતી. તે અનુસંધાને મહંત પરિવાર દ્વારા તારીખ 14ને રવિવારે મોરબીના ઇષ્ટદેવ કુબેરનાથ મંદિરમાં ધ્વજારોહણ અને લોટી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં મહંત પરિવાર દ્વારા સગા સંબંધીઓ અને સેવક ગણ માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text