હળવદ : ગેરકાયદે 20 ટન પથ્થર ભરેલો ટ્રક ઝડપાયો

- text


જિલ્લા ખાણ ખનીજ વિભાગે હળવદ માળીયા હાઇવે પરથી પથ્થર ભરેલા ટ્રક સાથે કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદ :મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં દરમ્યાન હળવદ માળીયા હાઇવે પર આવેલ માળીયા ચોકડી પાસે પથ્થર ભરેલી ટ્રક ઝડપી લીધો હતો. ખાણ ખનીજ વિભાગની તપાસમાં ટ્રકમાં ભરેલો 20 ટન પથ્થર ગેરકાયદે હોવાનું ખુલતા જિલ્લા ખાણ ખનીજના અધિકારી તેમજ નાયબ મામલતદારે ટ્રકને સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશનમા સોપી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં ચાલતી ખનીજ ચોરીને ડામવા જિલ્લા ખાણ ખનીજના અધિકારીઓએ હળવદ પંથકમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે સવારના જીલ્લા ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતભાઇ ચૌધરી હળવદ નાયબ મામલતદાર હસમુખભાઈ પટેલ સહિતનાઓ હળવદ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.ત્યારે હળવદ માળીયા ચોકડી પર પથ્થર ભરેલી ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરાતા ટ્રકમાં ગેરકાયદેસર લાઈમ સ્ટોન નામનો 20 ટન પથ્થર મળી આવ્યો હતો.

- text

જેથી જિલ્લા ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ટ્રક ચાલક રફીક ઈસ્માઈલભાઈ રહે માળીયા વાળાને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ નો મેમો ફટકારી ધોરણ ની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં હળવદ પાસે ઝડપાયેલા પથ્થર ભરેલા ટ્રક નંબર જીજે એટી ૮૭૭૭ મા ગેરકાયદેસર પથ્થર ભર્યા હોય જે અધિકારીઓને ધ્યાને ન આવે તે માટે પથ્થરો પર નારિયેળીના પાંદડા ઢાંકી દીધા હોય તેમ છતાં પણ ખાણ ખનીજના હાથે ટ્રક ઝડપાઇ ગઇ હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text