હળવદ નજીક કપચી ભરેલું ડમ્પર પલ્ટી ગયું : સદનસીબે જાનહાની ટળી

- text


હળવદ :હળવદ હાઈવે પર આવેલ માળીયા ચોકડી પર આજે બપોરના સમયે પુરપાટ ઝડપે આવતા ઓવરલોડ કપચી ભરેલા ડમ્પર ચાલકે એકાએક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ચોકડી પર જ પલટી મારી ગયું હતું જોકે સદ્સીબે ચોકડી પર રહેલા કારચાલક તેમજ ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

હળવદ હાઈવે પર ૨૪ કલાક ઓવરલોડ ભરેલા ડમ્પર ચાલકો માતેલા સાંઢની જેમ ડમ્પર ચલાવી અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે તેમ છતાં પણ આરટીઓ તંત્ર જાણે ઘૂમતો કાઢી અવરલોડ ડમ્ફર ચાલકોની લાજ કાઢીને બેઠું હોય તેમ કાર્યવાહી કરવામાં ઢીલાશ દાખવી રહ્યું છે. ત્યારે આજે બપોરના હળવદ હાઈવે પર આવેલ મોરબી ચોકડી પર જેઠવા સ્ટોન માંથી ઓવરલોડ કપચી ભરીને આવતુ ડમ્પર પલટી મારી ગયું હતું જોકે સદનસીબે ચોકડી પર રહેલા કારચાલક તેમજ ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ સરા રોડ તેમજ હળવદ માળિયા રોડ પર બેફામ ઓવરલોડ ભરેલા ડમ્પરોને ચાલકો માટેલા સાંઢની જેમ ચલાવી પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકતા હોય છે જેના કારણે આ હાઇવે પર ભૂતકાળમાં અનેક વાર ડમ્પર ચાલકો નાના-મોટા અકસ્માત સર્જતાં હોવાના પણ બનાવો બનવા પામ્યા છે ત્યારે આરટીઓ તંત્ર આવા ડમ્ફર ચાલકોની સાન ઠેકાણે લાવે તે જરૂરી બન્યું છે. જ્યારે બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે કે, આરટીઓ તંત્ર જ્યારે પણ આવા ડમ્પરોને ઓવરલોડ ભરેલા ઝડપે ત્યારે નૈવેદ લઈ જવા દેવામાં આવતા હોય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text