વાંકાનેરમાં પીધેલી હાલતમાં ડ્રાઈવિગ કરતા ટ્રક વિજપોલ સાથે અથડાયો : ટ્રક ચાલકની ધરપકડ

- text


ટ્રક ચાલક સામે રૂ.15 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે ગઈકાલે એક ટ્રક ચાલકે કેફી પ્રવાહી પીને આડેધડ ટ્રક ચલાવતા આ બેકાબુ બનેલો ટ્રક વિજપોલ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનાને પગલે પોલીસે આ ટ્રક ચાલકને તાત્કાલીક પડકીને તેની સામે જીઈબીને રૂ.15 હજારનું નુકશાન કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી જી.જે ટી.5858 નંબરનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. પરંતુ આ ટ્રકના ચાલક ભેલાભાઈ નારૂભાઈ ધનાણી ઉ.વ.34 રહે ભારપર, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા વાળો કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ડ્રાઇવીંગ કરતો હોવાથી ટ્રક બેકાબુ બનાવથી વઘાસિયા ટોલનાકા પાસેને વિજપોલ સાથે જોરદાર અથડાયો હતો. બાદમાં વાંકાનેર પોલીસે આ ટ્રક ચાલકને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ અરવિંદભાઈ રઘુભાઈએ આરોપી ટ્રક ચાલક સામે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ટ્રક ચલાવીને વિજપોલ સાથે અથડાવીને જીઇબીને રૂ.15 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના એ.એસ.આઇ અમૃતલાલ પટેલ ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text