મોરબીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

- text


જિલ્લામાં ઘટક કક્ષામાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું

મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા અને સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘સુપોષણ ચિંતન સમારોહ’’ યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લામાં ઘટક કક્ષાએ સારી કરનાર આગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું યશોદા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ કુંડારીયાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સહી પોષણ દેશ રોશનના સ્વપ્નને પૂર્ણ કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ કાર્યક્રમનો ખરા અર્થમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે, આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો તથા સમાજની બહેનોને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવાનો છે. તેમણે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ આપી હતી. સાથો સાથ જિલ્લા ઘટક કક્ષામાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી બિરદાવ્યા હતા.

- text

આ તકે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ ઉપસ્થિત સૌને સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી અને આ માટે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત વિગતો આપી સરકારશ્રીની કુપોષણ મૂકત ગુજરાતની કલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ પ્રાસંગિક સ્વાગત ઉદ્દબોધન કર્યું હતુ. સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગાંધીનગર દ્વારા યોજાયેલ આ સુપોષણ ચિંતન સમારોહ અને સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ નિમિત્તે પોષણ કિટનું વિતરણ, જિલ્લામાં ઘટક કક્ષાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડના વિતરણની સાથે બાળકોના પોષણ સ્તરના મોનીટરીંગ માટેના રજીસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પુરક પોષણમાંથી બનાવવામાં આવેલ વાનગીઓનું નિદર્શન તેમજ પૂર્વ પ્રાથમિક તથા પુર્ણા યોજનાની પ્રવૃત્તિઓનું નિદર્શન કર્યું હતુ.આ પ્રસંગે બાળ વિકાસ સમિતીના અધ્યક્ષશ્રી રેખાબેન એરવાડીયા, પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ખાચર,પ્રોગ્રામ ઓફિસરશ્રી ઇરાબેન ચૌહાણ, તથા મોટી સંખ્યામાં જિલ્લાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહયાં હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text