મોરબી : સીરામીક યુનિટમાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત

- text


મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ પાસે તળાવીયા શનાળા ગામ તરફ જવાના રસ્તા પર સ્થિત ક્રિયજા સીરામીક નામના કારખાનાના પાણીના હોજમાં મુસ્તુકાન શ્રીનાથ નામનો 4.5 વર્ષનો બાળક અકસ્માતે પડી જતા ડૂબી જવાથી એનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પો.સ્ટે. દ્વારા એ.ડી.ની નોંધ કરી લાપરવાહી માટે કોની જવાબદારી તે નક્કી કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text