મોરબી : ડમ્પર ચાલકે બે સીસીટીવી કેમેરા તોડીને સાડા ત્રણ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

- text


મહેન્દ્રનગર ચોકડી પાસે ગઈકાલે ડમ્પર સીસીટીવી કેમેરા લગાવેલા લોખંડના પોલ સાથે અથડાવાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોડકી પાસે આવેલ સીસીટીવી કેમેરાના લોખડના પોલ સાથે ગઈકાલે ડમ્પર અથડાયું હતું.આ બનાવમાં ડમ્પર ચાલક સામે ડમ્પરને સીસીટીવી કેમેરા સાથે લોખડના પોલને ટક્કર મારી બે સીસીટીવી કેમેરા તોડીને સાડા ત્રણ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોડકી પાસેના સીસીટીવી કેમેરા લગાવેલા લોખડના પોલ સાથે એક ડમ્પર ધડાકાભેર અથડાયું હતું.ડમ્પર અથડાવાથી લોખડનો પોલ અને તેમાં લગાવેલા બે સીસીટીવી કેમેરા તૂટી ગયા હતા.આથી આ મામલે મોરબીના ધુંટુ રોડ પર ઉમા રેસિડન્સીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા વિશાલભાઈ ઈશ્વરભાઈ વરમોરાએ આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જી.જે.12 વાય 8822 નંબરના ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતના હવાળા વાળું ડમ્પર બેફિરાઈથી અને પુર ઝડપે ચલાવીને લોખડના પોલ સાથે અથડાવીને તેમાં લગાવેલા બે સીસીટીવી કેમેરા તોડીને આશરે સાડા ત્રણ લાખ રૂપિયાનું નુકશાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.બી ડિવિઝન પોલીસે આ ફરિયાદના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text