મોરબીમાં સ્કોર્પિયો ગાડીની ચોરી કરનાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે સ્કોર્પિયો ગાડીની ચોરી કરીને નાસતો ફરતા આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીએ પોલીસની પૂછપરછમાં તેણે અન્ય સાગરીતો સાથે મળીને સ્કોર્પિયો ગાડીની ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસ અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીના મોરબી માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં બનતા વાહન ચોરીના બનાવો અટકાવવા તથા બનેલા ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપતા મોરબી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ. શક્તિસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાયેલા સ્કોર્પિયો ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી અવની ચોકડી પાસેથી પસાર થનાર હોય જેથી આ જગ્યાએ વોચ ગોઠવી હકીકત વાળો ઇસમ આસુરામ મંગારામ બેનીવાલ લખવારા ગામ, જાટોકી બક્સ્ત તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં તેણે અન્ય સાગરીતો સાથે મળીને સ્કોર્પિયો ગાડીની ચોરી કરી હોવાનું કબુલાત આપી હતી. આથી પોલીસે તેની ધરપકડ કરીને આ ચોરીના બનાવના અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પો.ઇન્સ. આર.જે.ચૌધરી તથા એ.એસ.આઇ. મણીલાલ ગામેતી, પો.હેડ.કોન્સ.રસિકભાઈ કડીવાર , કિશોરભાઈ મીયાત્રા, શક્તિ સિંહ ઝાલા તથા શેખાભાઇ મોરી , પો.કોન્સ.નિર્મળસિંહ જાડેજા ,અજીતસિંહ પરમાર તથા ભરતભાઇ ખામ્ભરા સહિતના જોડાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text