વાંકાનેર : નાસ્તો લેવા જવાનું કહીને યુવતી લાપતા

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતી યુવતી ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જલારામ જીન પાછળ આવેલ ભાટિયા સોસાયટી પાસે રહેતી ધારાબેન લાલુભાઈ ચૌહાણ ઉ.વ.18 નામની યુવતી ગતતા.1ના રોજ ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને નીકળી ગઈ હતી.બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ સગા સંબંધીઓમાં શોધખોળ કરી હતી.પરંતુ આજદિન સુધી તેણીનો પતો ન લાગતા અંતે આજે તેના પિતા લાલુભાઈ ચૌહાણે પુત્રી ગુમ થયાની વાંકાનેર પોલીસમાં નોંધ કરાવી હતી.વાકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text