મોરબી સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર મહિલા બુટલેગરને ઝડપી પાડતી એસઓજી

- text


મોરબી : મોરબી સહિત પાંચ જિલ્લામાંથી ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ તડીપાર થયેલી મહિલા બુટલેગરને મોરબી એસઓજીએ મોરબીમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી, રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી એક વરસ માટે તડીપાર કરેલી મનીષા રમેશભાઈ ભોજવીયા ઉ.વ.35, રહે. મહેન્દ્રનગર, શીતળામાં વિસ્તાર વાળીને ઉપરોક્ત વિસ્તારમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામમાં એસઓજી સ્ટાફના એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા અને મહિલા લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા જોડાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text