સીરામીકના કારખાના બહાર નિંદ્રાધીન યુવક પર ડમ્પર ફરી વળતા મોત

- text


મોરબી : મોરબી નજીક સરતાનપર રોડ સ્થિત આવેલા એક સીરામીક એકમમાં મજૂરી કામ કરતા યુવક પર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સરતાનપર રોડ સ્થિત અલ્કોરા સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતો ક્રિપાલ શિશુપાલ તોમર ઉં.વ.25 ઉપરોક્ત કારખાનની બહાર નિંદ્રાધીન હતો ત્યારે ડમ્પર નંબર GJ 36T 3701ના ચાલક ગોરધન બરેલાએ બેફિકરાઈ પૂર્વક ડમ્પર રિવર્સમાં લેતા ડમ્પરના તોતિંગ વ્હીલ માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોટ થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈ ડમ્પર ડ્રાયવર સામે બેફિકરાઈથી વાહન ચલાવી મોત નિપજાવવા બદલની કલમો લગાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text