મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોનો ડ્રો યોજાયો

- text


મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોનો ડ્રો યોજાયો હતો.જેમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો.જોકે આ ડ્રોના અંતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસોનો લાભ ન મળ્યો હોવાનો કચવાટ જોવા મળ્યો હતો.

મોરબી પાલિકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અગાઉના 400થી વધુ આવસોની સોંપનીની કાર્યવાહી શરૂ કરીને ગયા વર્ષે 190 આવાસો માટે ફોર્મ ભરાયા બાદ આજે ટાઉનહોલ ખાતે આ 190 આવાસોના જાહેરમાં ડ્રો કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડીયા પાલિકાના ભાજપ કોગેસના સભ્યો તથા ગાંધીનગરથી ફંડબલ હાઉસિંગ બોર્ડના કર્મચારી હાજર રહ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓની હાજરીમાં 190 આવસોનો ઓનલાઈન ડ્રો કરીને 190 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.જોકે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના મહાનુભવોના હસ્તે અવસોના ડ્રો ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.હવે પછી ટુક સમયમાં 190 આવાસો માટે ડ્રોના જાહેર થયેલા નામીની યાદી પાલિકા કચેરીમાં પ્રસિદ્ધ કરાશે.જોકે કર્યક્રમના અંતે આર્થિક રીતે નબળા હોય તેવા સાચા લાભાર્થીઓને આવાસોનો લાભ ન મળ્યો હોવાનો વસવસો જોવા મળ્યો હતો.આ 190 આવાસો માટે 1506 જેટલા લોકોઓ ફોર્મ ભર્યા હતા.ત્યારે આજના ડ્રોમાં 190 લાભાર્થીઓને લાભ મળતા બાકી રહેલા લોકો માટે ગાંધીનગરથી સૂચના આવે તે પ્રમાણે કાર્યવાહી કરવાનું પાલિકા તંત્રએ જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text