માળિયામાં આરોપીને પોલીસ જાહેરમાં માર મારતા હોય તેવો વિડીઓ વાયરલ

- text


સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન

માળિયા : માળિયામા આરોપીને પોલીસકર્મીઓ જાહેરમાં માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

માળિયા મિયાણાના પીએસઆઇ જે.ડી. ઝાલા તેમજ અન્ય સાથી પોલીસકર્મી એક આરોપીને જાહેરમાં લાકડી વડે માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ ફરી રહ્યો છે. જેથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

- text

હાલ આ મામલે અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ એવી ચર્ચાઓ ચાલે છે. આરોપીએ 35 ગુનાઓ આચર્યા છે. ત્યારે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે કહેવત પ્રમાણે પોલીસની કામગીરીને અમુક લોકો સારી બાબત તરીકે લઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચા ઉઠી છે કે પોલીસે માનવ અધિકારોને નેવે મૂકીને આ રીતે આરોપીને માર ન મારવો જોઈએ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text