મોરબી : કારખાનામાં લોડરની ઠોકરે માસૂમ બાળાનું કમકમાટી ભર્યું મોત

- text


મોરબી : મોરબીના જેતપર રોડ પર પાવડીયારી ગામ નજીક આવેલા મીનરલના કારખાનામાં લોડર ચાલકની બેદરકારીને કારણે બે વર્ષની એક માસૂમ બાળા લોડર વાહનની ઠોકરે ચડી જતા કમકમાટી ભર્યું મોત નિપજતા આદિવાસી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલા ઉમિયા મિનરલ નામના કારખાનામાં લોડર વાહન ચાલક લોડર રિવર્સમાં લેતો હતો ત્યારે બેફિકરાઈથી લોડર વાહન ચલાવતા કારખાનામાં મજૂરી કામ કરતા સેનસિંગ ભાભોર નામના આદિવાસી મજૂરની બે વર્ષની બાળકી બંસીને હડફેટે લેતા બાળકીના શરીર પર ભારે લોડરના તોતિંગ વ્હીલ ફરી વળતા બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવની ફરિયાદ બાળકીના પિતાએ મોરબી તાલુકા પો.સ્ટેમાં કરાવતા લોડર નંબર GJ36 S 1448ના ડ્રાયવર સામે પોલીસે બેફિકરાઈથી વાહન ચલાવીને અકસ્માતે મોત નિપજાવવાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text